
ગીર સોમનાથ 05 જાન્યુઆરી (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) મનોજ સિંહાએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.
આજ સવારે ઉપરાજ્યપાલએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી અને ભક્તિભાવપૂર્વક ભોળાનાથની સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી હતી.સોમનાથ મંદિરના પૂજારીઓના મધુર શ્લોક ઉચ્ચારણો વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાજ્યપાલના હસ્તે સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ