પોરબંદરમાં ખેલ મહાકુંભ 3.0ના રોકડ પુરસ્કાર બાબતે અગત્યની માહિતી
પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાત સરકારના રમત, ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના સહયોગથી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર
પોરબંદરમાં ખેલ મહાકુંભ 3.0ના રોકડ પુરસ્કાર બાબતે અગત્યની માહિતી


પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાત સરકારના રમત, ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના સહયોગથી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ગત વર્ષના ખેલ મહાકુંભ 3.0 (વર્ષ 2024–25) અંતર્ગત ભાગ લીધેલ ખેલાડીઓ પૈકી જે ખેલાડીઓને આજદિન સુધી રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયેલ નથી, તેવા તમામ ખેલાડીઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ પોતાની KMK ID તથા બેંક પાસબુક (એન્ટ્રી કરાવેલી) સાથે તા. 06/01/2026 સુધીમાં સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

નક્કી કરેલ અંતિમ તારીખ બાદ રોકડ પુરસ્કાર માટેની કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિ. આ બાબતની ખાસ નોંધ લેવા પોરબંદર જિલ્લાના તમામ સંબંધિત ખેલાડીઓને અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande