ખેડૂતો માટે દેવદૂત બન્યા ઉદ્યોગપતિ, 75 વીઘામાં બનશે તળાવ, 4.5 કરોડનો થશે ખર્ચ
અમરેલી,05 જાન્યુઆરી (હિ.સ.) આજના સમયમાં ઉદ્યોગપતિઓ માત્ર નફા સુધી સીમિત ન રહી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના જીરા પંથકમાં ખારોપટના કારણે વર્ષોથી પિયતની સમસ્યાથી સંઘર્ષ કરતા ખેડૂતો માટે એક ઉદ્યોગપતિ આશાનું કિરણ બન
ખેડૂતો માટે દેવદૂત બન્યા ઉદ્યોગપતિ, 75 વીઘામાં બનશે તળાવ, 4.5 કરોડનો થશે ખર્ચ


અમરેલી,05 જાન્યુઆરી (હિ.સ.) આજના સમયમાં ઉદ્યોગપતિઓ માત્ર નફા સુધી સીમિત ન રહી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના જીરા પંથકમાં ખારોપટના કારણે વર્ષોથી પિયતની સમસ્યાથી સંઘર્ષ કરતા ખેડૂતો માટે એક ઉદ્યોગપતિ આશાનું કિરણ બનીને સામે આવ્યા છે. જીરા ગામના ઉદ્યોગપતિ પરેશભાઈ વિઠ્ઠલભાઈ ડોબરીયાએ, પોતાની જ આવકમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વિશાળ તળાવના નિર્માણની પહેલ કરી છે.

આજના યુગમાં ઉદ્યોગપતિઓ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને સમજીને વિવિધ પ્રકારની સેવામાં જોડાઈ રહ્યા છે. ઉદ્યોગપતિઓમાં સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત થઈ છે. હાલ કેટલીક ઉદ્યોગપતિઓ લોકસહયોગથી સેવાકીય કામો કરી રહ્યા છે. ઘણા ઉદ્યોગપતિઓ એવા છે કે જે કોઈની મદદની અપેક્ષા રાખ્યા વગર પોતાની જ આવકમાંથી ખર્ચ કરીને સેવાકીય કામો અંજામ આપે છે. આવા જ એક ઉદ્યોગપતિએ અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટી કામગીરી શરૂ કરી છે.

અમરેલી જિલ્લાના જીરા પંથકમાં ખારાપટ હોવાના કારણે, ખેડૂતોને દર વર્ષે પિયતની સમસ્યા વર્તાય છે. આ સમસ્યાને ધ્યાને લઈને જીરા ગામના ઉદ્યોગપતિ ડોબરીયા પરેશભાઈ વિઠ્ઠલભાઈ ખેડૂતોને મદદ માટે આગળ આવ્યા છે. તેમણે જીરા ગામની નજીક એક વીઘા જેટલી જમીનમાં તળાવ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ તળાવના નિર્માણ થકી જીરા ગામ અને આજુબાજુના ઘણા ખેડૂતોને પૂરતું પિયત મળી રહેશે, જેથી હાલ માત્ર ચોમાસાની ઋતુમાં પાક લાવી શકતા ખેડૂતો હવે ત્રણેય સિઝનમાં અલગ અલગ પાકનું ઉત્પાદન કરી શકશે.

પરેશભાઈ વિઠ્ઠલભાઈ ડોબરીયાએ જણાવ્યું કે, હું જીરા ગામનો વતની છું અને અમારા ગામમાં એક તળાવનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આ તળાવ 75 વીઘા જેટલી જમીનમાં બનાવવામાં આવશે. તળાવ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જમીનની ખરીદી સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે. આગલા 1 થી 2 મહિનામાં તળાવના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે. આ તળાવ બનાવવા માટે અંદાજે 4.5 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે.

અમારા પંથકમાં ખારો પટ હોવાના કારણે ખેડૂતો ફક્ત ચોમાસુ સિઝનમાં પાક લઈ શકે છે. ચોમાસાની સીઝન પૂરી થયા બાદ જમીન પાડતર રહે છે. તેથી મેં વિચાર્યું કે આપણે તળાવનું નિર્માણ કરીએ જેથી ખેડૂતોને ફાયદો થાય. ખારો પટ હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ તળાવનું નિર્માણ કરવાથી તેમને મીઠું પાણી ઉપલબ્ધ થશે. જો તળાવમાં મીઠું પાણી ભરવામાં આવે તો ખેડૂતો ત્રણ સિઝનમાં અલગ-અલગ પાક લઈ શકે. ગામના ખેડૂતો સુખી થાય અને સમૃદ્ધિ આવે તેવા વિચાર સાથે આ કામગીરી ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande