ધારીમાં સિંહોની દહેશત: લાઇબ્રેરી પાસે ગાયનો શિકાર, સીસીટીવીમાં કેદ દ્રશ્યો વાયરલ
અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) : ધારી શહેરમાં શિકારની શોધમાં સિંહો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી શહેરના લાઇબ્રેરી વિસ્તારમાં ત્રણ સિંહણોએ ગાય પર હુમલો કરી શિકાર કર્યો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ સમગ્ર ઘટનાના
ધારીમાં સિંહોની દહેશત: લાઇબ્રેરી પાસે ગાયનો શિકાર, સીસીટીવીમાં કેદ દ્રશ્યો વાયરલ


અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) : ધારી શહેરમાં શિકારની શોધમાં સિંહો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી શહેરના લાઇબ્રેરી વિસ્તારમાં ત્રણ સિંહણોએ ગાય પર હુમલો કરી શિકાર કર્યો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ સમગ્ર ઘટનાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે.

ધારી ગીર પંથકમાં આવેલું હોવાથી અહીં સિંહોની હાજરી સામાન્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શિકારની શોધમાં સિંહો ગામડાં તેમજ શહેર તરફ વળતા હોવાની ઘટનાઓમાં વધારો થયો છે. ગીરના જંગલ વિસ્તારમાં શિકારની અછત, માનવ વસતીમાં વધારો અને પશુઓની સરળ ઉપલબ્ધતા જેવા કારણોસર સિંહો હવે રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.

સ્થાનિક લોકોએ રાત્રિના સમયે બહાર નીકળતી વખતે ખાસ સાવચેતી રાખવાની માંગ કરી છે. વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખી, લોકોને સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ગીર આસપાસના વિસ્તારોમાં માનવ અને વન્યજીવન વચ્ચે વધતો સંઘર્ષ હવે ગંભીર મુદ્દો બની રહ્યો છે, જેને લઈને દીર્ઘકાલીન આયોજન જરૂરી બન્યું છે. ધારી નજીક આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાટિક સિંહોનું મુખ્ય નિવાસસ્થાન છે, પરંતુ હવે તેમનું સામ્રાજ્ય શહેરોની સીમા સુધી વિસ્તરતું દેખાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande