નવસારી જિલ્લામાં રૂ. 2.51 લાખનો દારૂનો જથ્થો જપ્ત, બે મહિલા સહિત ત્રણની ધરપકડ
નવસારી, 05 જાન્યુઆરી (હિ.સ.): નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અમલ માટે પોલીસએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગણદેવી પોલીસે બાતમીના આધારે ખારેલ આઉટ પોસ્ટ નજીક વોચ ગોઠવી ખારેલ ઓવરબ્રિજ નીચેમાંથી રૂ. 2.51 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર
Arrest


નવસારી, 05 જાન્યુઆરી (હિ.સ.): નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અમલ માટે પોલીસએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગણદેવી પોલીસે બાતમીના આધારે ખારેલ આઉટ પોસ્ટ નજીક વોચ ગોઠવી ખારેલ ઓવરબ્રિજ નીચેમાંથી રૂ. 2.51 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ગણદેવી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ અને યોગેશભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે ખારેલ બ્રિજ નીચે ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ થેલીઓ સાથે ઉભા છે. માહિતી મળતાં PI ડી.એમ. રાઠોડના નેતૃત્વમાં મહિલા પોલીસ અને પંચો સાથે દરોડો પાડવામાં આવ્યો.

તપાસ દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની વ્હિસ્કી, રમ અને બિયરના ટીન મળી આવ્યા. કુલ 798 બોટલો અને ટીન જપ્ત કરી રૂ. 2,51,280/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.

ઝડપાયેલા આરોપીઓમાં જયશેનભાઈ લક્ષ્મણભાઈ દાલાબહેરા (65, રહે. ઉન પાટીયા, સુરત, મૂળ ઓડિશા), ફરહાનાબેન અબ્બાસ અહમદ શેખ (66, રહે. નવસારી, મૂળ જલાલપોર) અને સરોજબેન ભાનુભાઈ પટેલ (56, રહે. નવસારી, મૂળ ગણદેવી)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દારૂનો આ જથ્થો નવસારીના કબીલપોર વિસ્તારના કુમાર પ્રેમમાધવ પેરાશ્વામી નામના ઈસમે મંગાવ્યો હતો, જ્યારે જથ્થો દમણમાંથી કોઈ અજાણ્યા ઈસમે પૂરું પાડ્યો હતો. આ બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં ગણદેવી PI ડી.એમ. રાઠોડ, PSI પી.ડી. લુણસર તથા સર્વેલન્સ ટીમના અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ PSI પી.ડી. લુણસરને સોંપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande