મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાથે ડો. ટી. આઈ. પટેલની શુભેચ્છા મુલાકાત
મહેસાણા,, 05 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાથે આજે ડો. શ્રી ટી. આઈ. પટેલ સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડો. પટેલ સાહેબની તબિયત અંગે ખબર અંતર લેવામાં આવ્યા હતા અને તેમના સ્
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાથે ડો. ટી. આઈ. પટેલની શુભેચ્છા મુલાકાત


મહેસાણા,, 05 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાથે આજે ડો. શ્રી ટી. આઈ. પટેલ સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડો. પટેલ સાહેબની તબિયત અંગે ખબર અંતર લેવામાં આવ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે વડીલ નેતા તથા મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અંબાલાલ પી. પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. જે. એફ. ચૌધરી તેમજ જિલ્લા ભાજપના મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન સૌએ પરસ્પર સ્નેહભાવ સાથે ચર્ચા કરી હતી અને સંગઠનાત્મક કાર્ય તેમજ વર્તમાન પરિસ્થિતિ અંગે વિચારવિમર્શ થયો હતો. ડો. ટી. આઈ. પટેલ સાહેબના સ્વાસ્થ્યમાં સતત સુધારો થાય તેવી સૌએ પ્રાર્થના કરી હતી.

આ અંતરે ભગવાન સોમનાથ દાદા તેમની કૃપા સદા બનાવી રાખે તેવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ મુલાકાત રાજકીય સાથે સાથે માનવીય સંવેદના અને સૌજન્યનું સુંદર ઉદાહરણ બની રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande