એપીએમસી મહેસાણા ખાતે નવું પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ
મહેસાણા,05 જાન્યુઆરી (હિ.સ.) APMC મહેસાણા ખાતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુસર નવું પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ નવી શરૂઆત સાથે આજે ત્રણ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમના પ્રાકૃતિક રીતે ઉગાડેલા ખેત પેદાશોનું સી
APMC મહેસાણા ખાતે નવું પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ


મહેસાણા,05 જાન્યુઆરી (હિ.સ.) APMC મહેસાણા ખાતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુસર નવું પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ નવી શરૂઆત સાથે આજે ત્રણ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમના પ્રાકૃતિક રીતે ઉગાડેલા ખેત પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવ્યું હતું.

વેચાણ કેન્દ્રનો સમય સવારે ૮ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો, જેમાં વહેલી સવારથી જ ગ્રાહકોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો. પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા શાકભાજી, અનાજ તથા અન્ય ખેત પેદાશો ગુણવત્તા અને શુદ્ધતાને કારણે ગ્રાહકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ખેડૂતોને આ કેન્દ્ર દ્વારા પોતાના ઉત્પાદનો માટે યોગ્ય ભાવ મળ્યો અને મધ્યસ્થ વિના સીધા ગ્રાહક સુધી પહોંચવાની તક મળી. ગ્રાહકો પણ તાજા, સ્વચ્છ અને રાસાયણિક મુક્ત પેદાશો મેળવતા ખુશ જોવા મળ્યા.

આ વેચાણ કેન્દ્ર શરૂ થવાથી પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને પ્રેરણા મળશે તેમજ શહેરના નાગરિકોને આરોગ્યદાયક ખોરાક ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી. આગામી સમયમાં વધુ ખેડૂતો જોડાશે અને વેચાણ કેન્દ્રને નિયમિત રીતે ચાલુ રાખવાની યોજના હોવાનું પણ જણાવાયું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande