

પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુરના મંડી બજારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરે સાહિત્ય વર્તુળ દ્વારા કવિ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકાંત દવે અને કનુભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને સાહિત્યકારો હાજર રહ્યા હતા.
વિશ્વ પ્રસિદ્ધ કવિ કૃષ્ણ દવેએ પોતાની લોકપ્રિય કવિતાઓ અને ગઝલો રજૂ કરી, જેના કારણે સમગ્ર વાતાવરણ સાહિત્યમય બની ગયું. કાર્યક્રમમાં સ્થાનિક કવિઓ, સંસ્થાના હોદ્દેદારો અને સાહિત્યપ્રેમી જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે મહેશ ઠાકર દ્વારા આભાર વિધિ કરવામાં આવી. સાહિત્ય વર્તુળના સભ્યો અને નગરજનોના સહકારથી આ સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ