સાંતલપુરના મામલતદાર ડી. ડી. પંડ્યાએ ગત રાત્રે પોતાના ગામ થરાદના વજગેઢમાં આત્મહત્યા પ્રયાસ, કર્યા ગંભીર આક્ષેપો
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : સાંતલપુરના મામલતદાર ડી. ડી. પંડ્યાએ ગત રાત્રે પોતાના ગામ થરાદના વજગેઢમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ પાલનપુરમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે માહિતી મળતાં થરાદ પોલીસ તેમજ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
સાંતલપુરના મામલતદાર ડી. ડી. પંડ્યાએ ગત રાત્રે પોતાના ગામ થરાદના વજગેઢમાં આત્મહત્યા પ્રયાસ મામલે ગંભીર આક્ષેપો

પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : સાંતલપુરના મામલતદાર ડી. ડી. પંડ્યાએ ગત રાત્રે પોતાના ગામ થરાદના વજગેઢમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ પાલનપુરમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે માહિતી મળતાં થરાદ પોલીસ તેમજ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મામલતદારે સુસાઈડ નોટ અને એક વીડિયો તૈયાર કરી માનસિક ત્રાસ, ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળ્યા હોવાના આક્ષેપ કર્યા છે. સુસાઈડ નોટમાં તેમના ભાણેજ સહિત કુલ છ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓ દ્વારા સતત હેરાનગતિ થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

નોટમાં યોજના ઘડીને ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસો, ખોટી ફરિયાદો અને ખોટા ફોટા બતાવી ધમકી આપવામાં આવતી હોવાની વિગતો દર્શાવવામાં આવી છે. વીડિયોમાં પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક ગેંગ દ્વારા લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને મોટી રકમની માંગણી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે મામલતદારના પુત્ર રોહિત પંડ્યાએ જણાવ્યું કે તેમના પિતાએ નોટ અને વીડિયો દ્વારા તમામ હકીકતો સ્પષ્ટ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સુસાઈડ નોટમાં સંડોવાયેલા લોકોના નામ, સંપર્ક વિગતો અને ધમકીઓ અંગેની માહિતી સમાવિષ્ટ છે.

પોલીસે મામલતદાર અને તેમના પુત્રના નિવેદન લીધા છે અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande