પોરબંદરમાં શિયાળામાં શાળાઓ સમય 30 મિનિટ મોડો કરાયો
પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : બે દિવસ પહેલા વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા વાલીઓની રજૂઆતના પગલે પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને પત્રરૂપે રજૂઆત કરાઇ હતી, શિયાળાના સમય દરમિયાન તમામ સવારની શાળાનો સમય એક કલાક મોડો કરવા માંગ કરાઇ હતી, જે રજૂઆતને પગલે
શિયાળામાં શાળાઓ સમય 30 મિનિટ મોડો કરાયો.


પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : બે દિવસ પહેલા વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા વાલીઓની રજૂઆતના પગલે પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને પત્રરૂપે રજૂઆત કરાઇ હતી, શિયાળાના સમય દરમિયાન તમામ સવારની શાળાનો સમય એક કલાક મોડો કરવા માંગ કરાઇ હતી, જે રજૂઆતને પગલે આજે શિક્ષણ અધિકારી કચેરી ખાતેથી તમામ શાળાઓને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના સમયથી 30 મિનિટ મોડો કરવા જાહેર કરાવામાં આવ્યું હતુ. ફરી એક વખત વિધાર્થીઓના હિતાર્થે વિધાર્થી નેતા કિશન રાઠોડની સફળ રજૂઆત જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande