જામનગરમાં વાહનચાલકો માટે ખાસ સુવિધા ઈ-ચલણ પેમેન્ટ હવે યુપીઆઈથી માત્ર 1 ક્લિકમાં ભરાશે
જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેરમાં ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા ઈ-ચલણ મેમો આપવામાં આવે છે. જે ભરવા માટે દુવિધા અનુભવતા વાહન ચાલકો હવે યુપીઆઈથી માત્ર એક ક્લિકમાં ભરી શકે તેવી વ્યવસ્થા કર
વાહનચાલકો ને દંડ


જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેરમાં ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા ઈ-ચલણ મેમો આપવામાં આવે છે. જે ભરવા માટે દુવિધા અનુભવતા વાહન ચાલકો હવે યુપીઆઈથી માત્ર એક ક્લિકમાં ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વન નેશન વન ચલણ (ઓએનઓસી) પ્રોજેકટ હેઠળ ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવે છે.

આ ઈ-ચલણ ભરવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રૂબરૂ આવીને અથવા ઓનલાઈન પેમેન્ટ વેબસાઈટમાં જઈને ભરી શકાય છે, પરંતુ આ વેબસાઈટમાં ઈ-ચલણ ભરવાની પ્રક્રિયા થોડી જટીલ હોવાથી ઘણા વાહન ચાલકોને આ વેબસાઈટ https:// echallan.par ivahan.gov.inમાં ઈ-ચલણ ભરવામાં મુશ્કેલી થાય છે.

જેથી હવે ઈ-ચલણને યુપીઆઈ એપ્સ જેવી કે, ગુગલ પે, ફોન પે, યોનો, ભીમ સાથે જોડાણ કરી ઈ-ચલણ ભરવાની પ્રક્રિયાને ખુબ જ સરળ બનાવેલ છે. આ તમામ ઈ-ચલણ વાહન ચાલકને ઈસ્યુ થયેલી 90 દિવસ સુધીના સમયગાળામાં ઉપરોક્ત તમામ યુપીઆઈ એપ્સ દ્વારા ભરી શકાશે.

કેવી રીતે ચલણ ભરી શકાશે?

તમારા UPI App ના સચગબારમાં “ Gujarat E-challan” અથવા “State Traffic Branch” સર્ચ કરો. તમારા વાહન નંબર દાખલ કરો. વાહન નંબર દાખલ કર્યા બાદ તમારા પેન્ડિંગ ચલણની માહિતી રકમ સાથે દેખાશે. યુપીઆઈ પીન દર્જ કરી એક જ ક્લિકમાં તમારા તમામ પેન્ડિંગ ઈ-ચલણની રકમ ભરો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande