મહેસાણા તાલુકા કચેરી ખાતે તાલુકા સંકલન મીટીંગનું આયોજન
મહેસાણા,05 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા તાલુકા કચેરીના મીટીંગ હોલમાં મહેસાણા તાલુકાનું મહત્વપૂર્ણ તાલુકા સંકલન મીટીંગ યોજાયું હતું. આ મીટીંગમાં તાલુકા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંબંધિત જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગનો
મહેસાણા તાલુકા કચેરી ખાતે તાલુકા સંકલન મીટીંગનું આયોજન


મહેસાણા,05 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા તાલુકા કચેરીના મીટીંગ હોલમાં મહેસાણા તાલુકાનું મહત્વપૂર્ણ તાલુકા સંકલન મીટીંગ યોજાયું હતું. આ મીટીંગમાં તાલુકા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંબંધિત જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મીટીંગનો મુખ્ય હેતુ તાલુકામાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરવી, વિકાસકામોની પ્રગતિ જાણવી તથા આવનારા દિવસોમાં અમલમાં મુકવાનાં કાર્યક્રમો અંગે સંકલન સાધવાનો હતો. આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠો, સ્વચ્છતા, માર્ગ અને આવાસ જેવી યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

અધિકારીઓએ પોતાના વિભાગોની કામગીરી વિશે માહિતી રજૂ કરી હતી અને કેટલીક જગ્યાએ ઉભી થયેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરીને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે સાથે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે વધુ અસરકારક અમલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

મીટીંગ દરમિયાન સમયસર કામગીરી પૂર્ણ કરવી, પરસ્પર સંકલન વધારવું તથા જનતાની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવાની સૂચના આપવામાં આવી. આ સંકલન મીટીંગથી તાલુકાના વિકાસકાર્યોમાં વધુ ગતિ આવશે અને વહીવટી કામગીરી વધુ સુચારુ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande