


પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના કેટલાક યુવાનોએ દીવ જઈને હોટલમાં દારૂની અને બિયરની પાર્ટી કરી હતી અને તેનો વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પોરબંદર ફરીથી બદનામ થઈ રહ્યું હતું અને પોરબંદરમાં આવી પાર્ટી ચાલી રહી હોવાની અફવાઓ ફેલાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. બનાવના મૂળ સુધી પહોંચી યુવાનને શોધી તેની પાસે સોશિયલ મીડિયામાં જ માફી મંગાવી હતી.
પોરબંદરના કેટલાક યુવાનોએ હોટલમાં દારૂની અને બિયરની પાર્ટી કરી હતી અને તેનો વિડિયો ઉતાર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા અમુક સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ થયેલ. જે અંગે ખરાઈ કરતા સદરહું વિડીયો વિજય ડાભી નામની ઇન્યગ્રામ આઇ.ડી. પર અપલોડ થયેલ હોવાનું તથા તેના આધારે સોશ્યલ મીડીયામાં વિડીયો વાઇરલ થયેલ. જેથી સદરહું આઈ.ડી.ની તપાસ કરતા સદરહું આઈ.ડી. વિજય અમૃતભાઈ ડાભી રહે. ઝુરીબાગ ચામુંડા માતાજીના મંદીરવાળી ગલી ની હોવાનું જાણવા મળેલ મજકુર ઇસમને શોધી રીલ બાબતે તપાસ કરતા પોતે તેના મિત્રો સાથે 3-4 દિવસ પહેલા દિવ ખાતે ગયેલ હોય અને ત્યાં પોતે તથા પોતાના મિત્રોએ આ વિડીયો બનાવેલ હોવાની હકીકત જણાવેલ. તદઉપરાંત વિડીયોમાં દેખાતા સ્થળની ખરાઇ કરતા સ્થળ પોરબંદર જીલ્લાનું નહિ હોવાનું જાણવા મળેલ છે. જેથી વિજય અમૃતભાઈ ડાભીની માફી મંગાવી વિડીયો ડીલીટ કરાવી ભવિષ્યમાં આવા વિડીયો અપલોડ નહી કરવા સુચના આપવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya