

પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ કરનાર ઈસમોને પાસામાં મોકલવા જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા થયેલ હુકમ અન્વયે સામાવાળાની અટકાયત કરી સુરત તથા વડોદરા જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે. ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા રાણાવાવ વિભાગના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટેમાં પ્રોહી કલમ-પ્રોહી ક.65ઈ, 116બી, 98(2), 81 મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી કિશન ભુપતભાઈ ઉલવા તથા ચિરાગભાઈ હરસુખભાઈ મકવાણા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પો.ઈન્સ. વી.પી.પરમારએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાઓને પાસા હેઠળ સુરત તથા વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને વોરંટની બજવણી કરી અનુક્રમે સુરત તથા વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya