સાઉથ બોપલના ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ બાદ મોટો બ્લાસ્ટ
અમદાવાદ, 05 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદના સાઉથ બોપલમાં મોડીરાતે સોબો સેન્ટર સામે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ આગ બાદ મોટો બ્લાસ્ટ થયો હતો. મોડીરાતે સોબો સેન્ટર સામે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોર-જો
સાઉથ બોપલના ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ બાદ મોટો બ્લાસ્ટ


અમદાવાદ, 05 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદના સાઉથ બોપલમાં મોડીરાતે સોબો સેન્ટર સામે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ આગ બાદ મોટો બ્લાસ્ટ થયો હતો. મોડીરાતે સોબો સેન્ટર સામે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોર-જોરથી ફટાકડાઓ ફૂટવાને લઈ આસપાસના સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો.

ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

આગ લાગવાને કારણે એક મોટો બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. ફટાકડા અને પતંગના સ્ટોલમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતું, જેમાં બ્લાસ્ટ થયો હતો. પતરાના શેડ બનાવીને દુકાનો ઊભી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા અને પતંગ તેમજ અન્ય દુકાનો પણ હતી. જોકે, ફાયરકર્મીઓ સમયસર પહોંચ્યા હતા અને આગને વધુ પ્રસરતા રોકી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande