
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : સિધ્ધપુરના જુના ટાવર રોડ સિંધી વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓ અને તેમના પરિવારજનો માટે એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આયોજિત આ પ્રવાસમાં મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રવાસ દરમિયાન સભ્યોએ ભારત–પાકિસ્તાન સીમા પર આવેલા નડાબેટ સીમાદર્શનની મુલાકાત લીધી. ઉપરાંત ઘેલા હનુમાન મંદિર, નડાબેટ માતાજીના મંદિર તેમજ માર્ગમાં આવેલા અન્ય ધાર્મિક સ્થળોના દર્શન કરવામાં આવ્યા.
વહેલી સવારથી શરૂ થયેલા પ્રવાસમાં સિધ્ધપુરથી પ્રસ્થાન કરીને સાંજે પરત ફરવામાં આવ્યું. વેપારીઓ વચ્ચે પરસ્પર સામાજિક મેળાપ વધે તે હેતુથી ટાવર બજાર વેપારી એસોસિએશન દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ