પેપર ક્વિલિંગથી ઓળખ બનાવનાર ગૃહિણી કેકા મંડલની કલાયાત્રા
- ગૃહિણી હોવા છતાં પોતાના સમયનું સુવ્યવસ્થિત આયોજન કરીને પોતાની અંદરના કલાકારને જીવંત રાખ્યો - “કલાની કોઈ કિંમત નથી, પરંતુ કલાકારના વિઝન,સમય અને અથાગ મહેનતને યોગ્ય સન્માન મળવું જોઈએ.”- કેકા મંડલ વડોદરા, 05 જાન્યુઆરી (હિ.સ.) મૂળ પશ્ચિમ બંગાળ રાજ્
પેપર ક્વિલિંગથી ઓળખ બનાવનાર ગૃહિણી કેકા મંડલની કલાયાત્રા


પેપર ક્વિલિંગથી ઓળખ બનાવનાર ગૃહિણી કેકા મંડલની કલાયાત્રા


પેપર ક્વિલિંગથી ઓળખ બનાવનાર ગૃહિણી કેકા મંડલની કલાયાત્રા


- ગૃહિણી હોવા છતાં પોતાના સમયનું સુવ્યવસ્થિત આયોજન કરીને પોતાની અંદરના કલાકારને જીવંત રાખ્યો

- “કલાની કોઈ કિંમત નથી, પરંતુ કલાકારના વિઝન,સમય અને અથાગ મહેનતને યોગ્ય સન્માન મળવું જોઈએ.”- કેકા મંડલ

વડોદરા, 05 જાન્યુઆરી (હિ.સ.) મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના અને છેલ્લા 25 વર્ષથી ગુજરાતના વડોદરામાં સ્થાયી 60 વર્ષીય કેકા મંડલ આજે પેપર ક્વિલ આર્ટના ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ધરાવે છે. તેમણે આ કલા કોઈ સંસ્થા કે ગુરુ પાસેથી શીખી નથી, પરંતુ એક સામાન્ય ટ્રેન મુસાફરી દરમિયાન અન્ય એક કલાકારને ટ્રેનમાં બેઠા બેઠા પેપર આર્ટ બનાવતા જોઈને તેમની અંદર રહેલી સર્જનશીલતાએ તેમને પણ આ કલા અપનાવવા પ્રોત્સાહિત કર્યા. અને એ ક્ષણથી શરૂ થયેલી તેમની કલા યાત્રા આજે 60 વર્ષે પણ અવિરત આગળ વધી રહી છે.

શરૂઆતમાં શોખરૂપે શરૂ કરેલી પેપર ક્વિલિંગ કલાને તેમણે ધીમે ધીમે પેશન બની તેઓના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવી દીધો છે. પોતાની મહેનત અને લગનના બળે તેમણે ખાનગી પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. જ્યાં એક સરકારી કર્મચારીએ તેમની કલાને ઓળખી તેમને આર્ટિસન કાર્ડ બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ આર્ટિસન કાર્ડના આધારે તેમને ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ પ્રદર્શન અને મેળાઓમાં ભાગ લેવાની અમુલ્ય તક મળી.

આ પ્રદર્શનો થકી તેમની કલા માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત ન રહેતા સીધા જનમાનસ સુધી પહોંચી જેને એક કલાકાર તરીકે તેમના મનોબળને વધુ સશ્ક્ત બનાવ્યું. સુરત અને વડોદરા જિલ્લાના વિવિધ એક્ઝિબીશનોમાં ભાગ લઈને તેમણે પોતાની અનેક સુંદર કલાકૃતિઓનું વેચાણ કર્યું છે અને પેપર ક્વિલિંગ કલાને વ્યાપક ઓળખ અપાવી છે.

કેકા મંડલ જણાવે છે કે, અગાઉ શાળાઓમાં આ પ્રકારની હસ્તકલા શીખવવામાં આવતી હતી, પરંતુ આજે તેને પ્રોત્સાહન ઓછું મળતું જાય છે. પ્રદર્શનોમાં લોકો કલાકૃતિની પ્રશંસા તો કરે છે, પરંતુ ખરીદીમાં રસ ઓછો દેખાય છે. એક કલાકાર તરીકે તેમણે ભીંની આંખે જાહેર અપીલ કરતાં કહ્યું કે, “કલાની કોઈ કિંમત નથી, પરંતુ જ્યારે કલાકાર કોઈ કૃતિ માટે કિંમત નક્કી કરે છે, ત્યારે તેમાં કલાકૃતિ પાછળનો વિચાર, કલાકારનું વિઝન, તેનો સમય અને ઉપયોગમાં લેવાયેલું રો-મટીરીયલ આ તમામ સામેલ હોય છે.

આ અથાગ મહેનતને યોગ્ય સન્માન મળવું જોઈએ.”

પેપર ક્વિલિંગ કલામાં શ્રીમતી કેકા મંડલ ફ્રિજ મેગ્નેટ, વોલ આર્ટ, પેપર ક્વિલથી બનેલી વોલ ક્લોક, કેન્ડલ હોલ્ડર, હેન્ડમેડ એન્વલપ, ક્વિલ ઇયરિંગ ઉપરાંત વોટર કલર પેઇન્ટિંગ અને સ્કેચ પણ તૈયાર કરે છે.

પેપર ક્વિલિંગ એક એવી હસ્તકલા છે જેમાં કાગળની પાતળી પટ્ટીઓને ગુંદર અને ખાસ સાધનોની મદદથી વળાંકો આપી ફૂલો, પ્રાણીઓ કે એબસ્ટ્રેક્ટ આકારોમાં રૂપાંતરિત કરી સુંદર ડિઝાઇન બનાવવામાં આવે છે. એક મેગ્નેટ આર્ટ તૈયાર કરતા ક્યારેક 1 દિવસ તો ક્યારેક એક વોલ આર્ટ બનાવવામાં 1 અઠવાડીયાનો પણ સમય લાગે છે. જેમા ઝીંણવટ ભરી કારીગરી, કલર કોમ્બીનેશન, ડિઝાઇનનો અનોખો સંગમ જોઇ શકાય છે.

એક ગૃહિણી હોવા છતાં તેમણે પોતાના સમયનું સુવ્યવસ્થિત આયોજન કરીને પોતાની અંદરના કલાકારને જીવંત રાખ્યો છે. કેકાએ પોતાના કલા પ્રત્યેના પેશનને ઉંમર કે ઓછા વેચાણની પરિસ્થિતિને ક્યારેય પોતાના સપનાઓ માટે અવરોધ બનવા દીધા નથી. કેકા મંડલની આ કલા યાત્રા આજે અનેક મહિલાઓ અને નવા કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande