પોરબંદર જિલ્લામાં એક વર્ષ માં ખાણખનીજ ખાતાને લગતા 364 કેસ નોંધાયા.
પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદરની દરિયાઇપટ્ટી ઉપર ખનીજચોરોને મોકળુ મેદાન મળ્યુ હોય તેમ મોટી માત્રામાં ખનીજચોરી થતી હોય છે ત્યારે છેલ્લા એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં ખાણખનીજ ખાતાને લગતા 364 કેસ નોંધાયાનું ખુદ તંત્રએ જ જાહેર કરતા ભારે ચકચા
પોરબંદર જિલ્લામાં એક વર્ષ માં ખાણખનીજ ખાતાને લગતા 364 કેસ નોંધાયા.


પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદરની દરિયાઇપટ્ટી ઉપર ખનીજચોરોને મોકળુ મેદાન મળ્યુ હોય તેમ મોટી માત્રામાં ખનીજચોરી થતી હોય છે ત્યારે છેલ્લા એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં ખાણખનીજ ખાતાને લગતા 364 કેસ નોંધાયાનું ખુદ તંત્રએ જ જાહેર કરતા ભારે ચકચાર જાગી છે.

કલેકટર એસ.ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ ટીમો દ્વારા કેલેન્ડર વર્ષ 2025માં ગેરકાયદેસર ખનીજ ખનન, વહન સંગ્રહના કુલ 364 કેસોમા 482.18 લાખની વસુલાત કરવામાં આવેલ છે. જ્યારે વર્ષ 2024 માં 225કેસમાં 301.41 લાખની વસુલાત કરવામાં આવેલ છે. જે ગત વર્ષની સરખામણીએ 139 વધુ કેસ તેમજ 180.77લાખની વસુલાત કરી સરકારી તિજોરીમાં દંડ પેટે જમા કરાવેલ છે.

જ્યારે વર્ષ 2025માં કુલ ૨૩ કેસોમાં સેશન્સ કોર્ટમાં જવાબદાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમજ અધિકારી, કર્મચારીની કામગીરીમાં દખલ કરનાર અસામાજિક ઇસમો સામે પોલીસ કેસ પાસા, તડીપાર સુધીના પગલા લીધેલ છે. છેલ્લા બે માસમાં જિલ્લાના ખનીજ વિભાગ તેમજ રેવન્યુ ટીમો દદ્વારા પોરબંદર જિલ્લાના વિવિધ સંવેદનશીલ વિસ્તાર કે જ્યાંથી ગેરકાયદેસર ખનીજ ખનન, વહનની ફરીયાદો, રજુઆતો આવતી હોય છે.

તેમાં મુખ્યત્વે રાતડી ગામ ખાતેથી 6 તપાસમાં 38 ચકરડી, 15 ટ્રેકટર, 1 લોડર, 1 જનરેટર નાગકા ગામેથી 2 તપાસમાં 26 ચકરડી, 3 ટ્રેકટર, 4 જે.સી.બી., એશ્કેવેટર, બે જન રેટર, પાતા ગામેથી 2 તપાસમાં 15 ચકરડી, 1 ટ્રેકટર, 1 જનરેટર, 2 લોડર, માધવપુર ગામેથી 19 ચકરડી, 1 ટ્રેકટર ઓડદર ગામેથી 7 ચકરડી અને 2 ટ્રેકટરો દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી કરતા હોઈ તમામ મશીનરી સિઝ કરવામાં આવેલ તેમજ જવાબદાર માલિક, ઈસમો વિરૂધ્ધ ધોરણસરના પગલા ભરવામાં આવેલ છે.

તેમજ આવનાર સમયમાં પણ આવી અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને બક્ષવામાં નહી આવે તેમજ સરકારની કાયદેસરની રોયલ્ટી, ડિસ્ટ્રીકટ મિનરલ્સ ફંડની આવકમાં સતત વધારો થાય તેમાં પ્રયત્નશીલ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande