એલ.એસ. હાઇસ્કૂલમાં 74મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)ઐતિહાસિક નગરી સિદ્ધપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા એલ.એસ. હાઇસ્કૂલ ખાતે આજે શાળાનો 74મો સ્થાપના દિવસ ઉમંગ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે સમગ્ર શાળા કેમ્પસ ઉજવણીના રંગે રંગાયો હતો. સ્થાપના દિવસને યાદગાર બનાવવા મ
એલ.એસ. હાઇસ્કૂલમાં 74મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો


એલ.એસ. હાઇસ્કૂલમાં 74મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો


પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)ઐતિહાસિક નગરી સિદ્ધપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા એલ.એસ. હાઇસ્કૂલ ખાતે આજે શાળાનો 74મો સ્થાપના દિવસ ઉમંગ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે સમગ્ર શાળા કેમ્પસ ઉજવણીના રંગે રંગાયો હતો.

સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે શાળાના પ્રાંગણમાં ભવ્ય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખેલદિલી સાથે ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ મંગલ અવસરે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચી મોં મીઠું કરાવાયું હતું. કાર્યક્રમમાં કેળવણી સહાયક મંડળના પ્રમુખ અશોકભાઈ ઠાકર, મંત્રી મનિષભાઈ શેઠ, કારોબારી સદસ્ય પ્રદીપભાઈ યોગી તેમજ શાળાનો સમગ્ર શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, જેના સહયોગથી ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande