જામનગરના મોટી ખાવડીમાં વીફરેલી ગાયનો યુવક પર હુમલો : સતત કૂદકો મારતી રહી, ટોળાં વચ્ચે દોટ મૂકી
જામનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના મોટી ખાવડી ગામમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. મોટી ખાવડીમાં ગાયે એક યુવક પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. વીફરેલી ગાય યુવાન પર વારં
ગાયનો યુવાન ઉપર હુમલો


જામનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના મોટી ખાવડી ગામમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. મોટી ખાવડીમાં ગાયે એક યુવક પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. વીફરેલી ગાય યુવાન પર વારંવાર કૂદકો મારતી જોવા મળી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મોટી ખાવડીમાં એક ગાય બેકાબૂ બની હતી. આ દરમિયાન રાહદારી યુવાન પર તેણે હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ યુવાનને બચાવવા માટે ઢોર પર પાણી છાંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે યુવક પર સતત હુમલો શરૂ રાખ્યો હતો. જેથી યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મહામુસીબતે સ્થાનિક લોકોએ યુવાનને ઢોરના હુમલામાંથી બચાવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક પર હુમલો કર્યા બાદ પણ ગાય શાંત પડી ન હતી અને લોકોના ટોળા વચ્ચે દોટ મૂકી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, અંતે લોકોએ પાણીનો છંટકાવ કરીને ગાયને શાંત પાડી હતી. આ સમગ્ર ઘટનાક્રમ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande