
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના સરિયદ ગામના વતની કર્નલ નીતિન જોષીને લખનૌ ખાતે ઉત્તર પ્રદેશ રાજ્ય રાઇફલ એસોસિએશનની લાઇફટાઇમ મેમ્બરશિપ પ્રાપ્ત થઈ છે. દેશની રક્ષા માટે સમર્પિત કર્નલ જોષીની આ સિદ્ધિને સૌએ આનંદપૂર્વક આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
લખનૌમાં આયોજિત સમારોહ દરમિયાન મિસ્ટર વિપુલ અને રચિત ટંડન દ્વારા કર્નલ નીતિન જોષીને આજીવન સદસ્યતા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કર્નલ જોષી સહિત હાજર રહેલા શુભેચ્છકો ગૌરવની લાગણી અનુભવી હતી.
કર્નલ નીતિન જોષી અગાઉ ‘આઇસમેન’, ‘આયર્નમેન’ અને ‘ગુજરાતના મિલ્ખાસિંહ’ જેવા ખિતાબો મેળવી ચૂક્યા છે. તેમની આ સિદ્ધિઓથી પાટણ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ