સોનારિયામાં સહકારી સેમિનારનું આયોજન
અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના સોનારિયા ગામ ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ અને અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO)ના સંયુક્ત ઉપક્રમે સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ખેડૂતોને સહકાર
સોનારિયામાં સહકારી સેમિનારનું આયોજન


અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના સોનારિયા ગામ ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ અને અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO)ના સંયુક્ત ઉપક્રમે સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ખેડૂતોને સહકારી માળખું, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓની ભૂમિકા અને તેના માધ્યમથી આવક વધારવાની તકો અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો.

સેમિનારમાં ખેડૂતોને સહકારી ક્ષેત્રની મહત્વતા, FPO દ્વારા મળતા ફાયદા, સંયુક્ત ખરીદી–વેચાણ, મૂલ્યવર્ધન અને માર્કેટ જોડાણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ, સહકારી મંડળીઓ મારફતે મળતી સહાય અને ખેતીમાં આધુનિક પદ્ધતિઓ અપનાવવાની માહિતી પણ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સહકારી માધ્યમથી ખેડૂતો પોતાની પેદાશને યોગ્ય ભાવ અપાવી શકે છે અને ખર્ચ ઘટાડીને નફો વધારી શકે છે. સેમિનારમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને તેમણે પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું.

સોનારિયામાં આયોજિત આ સહકારી સેમિનાર ખેડૂતોમાં સહકારની ભાવના મજબૂત કરી, સંગઠિત રીતે ખેતી અને વ્યવસાય તરફ આગળ વધવા માટે પ્રેરણારૂપ બન્યો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande