પૂજા બારોટની સારવાર માટે ધ્વનિ સંગીત પરિવારની આર્થિક સહાય
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)પાટણની પ્રતિભાશાળી વિદ્યાર્થિની અને સંગીત ક્ષેત્રે ઇન્ડિયન આઇડલ સુધી પાટણનું નામ ગુંજાવનાર પૂજા બારોટ તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. હાલ તેને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અ
પૂજા બારોટની સારવાર માટે ધ્વનિ સંગીત પરિવારની આર્થિક સહાય


પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)પાટણની પ્રતિભાશાળી વિદ્યાર્થિની અને સંગીત ક્ષેત્રે ઇન્ડિયન આઇડલ સુધી પાટણનું નામ ગુંજાવનાર પૂજા બારોટ તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. હાલ તેને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.

પૂજાની સારવાર માટે પરિવારને આર્થિક સહાયની જરૂર પડતાં પાટણના કલાકારો અને સેવાકીય સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે. આ અંતર્ગત ધ્વનિ સંગીત પરિવાર દ્વારા પૂજાના પરિવારને રૂ. 1,02,300ની આર્થિક સહાય આપવામાં આવી હતી.

ધ્વનિ સંગીત પરિવારના પ્રમુખ અશોક વ્યાસના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડૉ. સમ્યક પારેખ, ડૉ. શૈલેષ સોમપુરા, મહાસુખ મોદી, આત્મારામ નાયી, પરિમલ રામી, અશ્વિન નાયક સહિતના કલાકારો હાજર રહ્યા અને પૂજા જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande