રાધનપુર કોલેજમાં ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.) રાધનપુર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચટવાણી આર્ટ્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ KCG દ્વારા શરૂ કરાયેલ આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્ક
રાધનપુર કોલેજમાં ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ


પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.) રાધનપુર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચટવાણી આર્ટ્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ KCG દ્વારા શરૂ કરાયેલ આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

ફિનિશિંગ સ્કૂલનો વિચાર સ્વીત્ઝરલૅન્ડમાંથી ઉદ્ભવ્યો છે. આ પ્રસંગે KCG દ્વારા નિયુક્ત એચ કુમાર એજન્સીના એમ્પેનલ ટ્રેનર પ્રશાંતભાઈ પંડ્યાનું પ્રિન્સિપાલ ડૉ. ઠક્કરે સ્વાગત કરી ફિનિશિંગ સ્કૂલની ઉપયોગિતા અને સફળતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કોમર્સ વિભાગના અધ્યક્ષ તથા ફિનિશિંગ સ્કૂલના કોઓર્ડિનેટર ડૉ. ચિરાગ વી. રાવલે તાલીમ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ તાલીમમાં કુલ ૪૪ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમને સ્વ-મૂલ્યાંકન, ટીમ વર્ક, સેલ્ફ ડિસિપ્લિન અને રોજગારી માટે જરૂરી કૌશલ્યોનો લાભ મળશે.

બી.એ. અને બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે એમ્પેનલ ટ્રેનર દ્વારા ૮૦ કલાકની તાલીમ આપવામાં આવશે. કાર્યક્રમમાં ડૉ. ભાવનાબેન, ડૉ. કાજલબેન, પ્રા. નિકુંજભાઈ પ્રજાપતિ, ડૉ. ગોપાલભાઈ ઠાકોર, મહેશભાઈ કટેરિયા, મયુરીબેન ઠક્કર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande