નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
ગીર સોમનાથ 6 જાન્યુઆરી (હિ.સ.) દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.૧૧મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્ય
સોમનાથ મહાદેવના દર્શન કર્યા


ગીર સોમનાથ 6 જાન્યુઆરી (હિ.સ.) દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.૧૧મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ તેમજ અન્ય તૈયારીઓની સમિક્ષા કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યાં હતાં. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સાથે જ બિલ્વપત્રો-પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતાં ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો.

દર્શન બાદ નાયબ મુખ્યમંત્રીએ આગામી ૧૦ અને ૧૧ તારીખના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ પ્રવાસ અંગે સ્થળ સમિક્ષા કરતાં મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમા થી લઈ હમીરજી સર્કલ, ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમિક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પમાં ભારતની પ્રાચીન અડગ અને શાશ્વત સાંસ્કૃતિક વિરાસતો-ધરોહરોનું પુન: જાગરણ, પ્રવાસન તીર્થ વિકાસ પણ મુખ્યત્વ છે, જેને આગળ ધપાવતા વિવિધ પ્રકલ્પો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સાકાર થઈ રહ્યા છે.

સોમનાથના તા.૧૦ -૧૧ જાન્યુઆરીના સૂચિત કાર્યક્રમના રૂટ નિરીક્ષણ વખતે નાયબ મુખ્યમંત્રીની સાથે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રીઅર્જુનભાઈ મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ભગવાનભાઈ બારડ, જિલ્લા અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, સંજયભાઈ પરમાર, પુનિતભાઈ શર્મા ગૌરાંગભાઈ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ ઉપરાંત અગ્ર સચિવ મિલિંદ તોરવણે, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, રાહુલ ગુપ્તા ,મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો વિક્રાંત પાંડે, આલોક પાંડે, દિલીપ રાણા, આઈજી શ્રી નિલેશ જાજડિયા, કલેકટર એન.વી.ઉપાધ્યાય, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

નાયબ મુખ્યમંત્રીએ સર્કિટ હાઉસ ખાતે મંત્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી વિવિધ કાર્યક્રમોની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી બે દિવસમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા અને કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande