
ગીર સોમનાથ 6 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ નગરપાલિકા સંચાલિત પ્રભાસ પાટણની શિવ પોલીસ ચોકી પાસે આવેલ સીટી બસ સ્ટેશન સાવ પડીને પાધર જેવું તૂટેલ ફુટેલ હાલતમાં લોકોને કોઈપણ જાતનો ઉપયોગમાં આવે નહીં, તેવી હાલતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી છે. આમ છતાં જેની જવાબદારી છે તે, નગરપાલિકાનું તંત્ર કે પ્રભાસ ના નગરપાલિકાના સભ્યો પણ ધ્યાન દેતા નથી, તુટેલ બીન ઉપયોગી આ સીટી બસ સ્ટેશન લોખંડનું છે જે કટાઈ ચૂકેલ છે, માટે પથ્થરનું નવેસરથી વ્યવસ્થિત અને સારી સુવિધા વાળું બનાવાય તે તેવી માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ