
પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર નજીકના બળેજ ગામની એક પ્રસુતાને 108 વાનમાં પ્રસુતિ કરવામાં આવી હતી. ઍક પ્રસૂતા ને પ્રસુતિની પીડા ઉપડતા બળેજ 108 ની ટિમ પોરબંદર જીલ્લા ના બળેજ ગામ માં પહોંચી હતી.બીજી વખત રહેલ સગર્ભા મહિલા દર્દીને ઓચિંતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમને જાણ કરવામાં આવી હતી.સમય સૂચકતા મુજબ હોસ્પિટલ લઇ જતા સમયે 108 નાં ઈ.એમ.ટી.ભનુભાઈ મોકરિયા અને પાયલોટ ભરતભાઈ ચાવડા પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી રસ્તા માજ ડીલેવરી કરાવી હતી અને દીકરી નો જન્મ થયો હતો. ઈ.આર.સી.પી. ડોક્ટર તીર્થ ની સલાહ થી એમ્બ્યુલન્સ માં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ પોરબંદર વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા. 108 ની સેવા એ આધુનિક સમય માં મહત્વ ની સાબિત થય રહી છે દીકરી નો જન્મ થતા ઈ.એમ.ટી.ભનુભાઈ મોકરિયા અને બળેજ 108 ટીમ ને બિરદાવ્યા હતા આ તકે જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લા કોઓર્ડીનેટર જયેશ એ અભિનદન પઠવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya