
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)પાટણ શહેરના દક્ષિણ વિસ્તારમાં 15 વર્ષીય સાવકી દીકરી પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગતા એ ડિવિઝન પોલીસે ફિરોઝખાન નામના પિતાની ધરપકડ કરી હતી. આરોપીને સોમવારે પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયેએ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સરકારી વકીલ જે.જે. બારોટની દલીલો બાદ કોર્ટે આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો.
પોલીસ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરાયેલા મુદ્દાઓમાં ફરિયાદ પહેલાંના બનાવો અને છૂટાછેડાના લેખ થયા બાદ પણ સાથે રહેવાની બાબતોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે કિશોરીની માતાએ પોતાના અગાઉના સંબંધમાંથી આવેલી દીકરી સાથે ફિરોઝખાન સાથે લગ્ન કર્યા હતા અને માતાએ જ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ