પોરબંદર જિલ્લામાં પી.આઈ, પી.એસ.આઈ ની આંતરિક બદલીઓ કરાઈ.
પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લાના 13 જેટલા હથિયારી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા એ પોરબંદર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા તેર જેટલા ઇન્સ્પેકટર અને સબ ઈન્સપેક્ટરની
પોરબંદર જિલ્લામાં પી.આઈ, પી.એસ.આઈ ની આંતરિક બદલીઓ કરાઈ.


પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લાના 13 જેટલા હથિયારી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા એ પોરબંદર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા તેર જેટલા ઇન્સ્પેકટર અને સબ ઈન્સપેક્ટરની અરસપરસ બદલી કરી છે જેમાં કુતિયાણા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી. વી.પરમારને મિયાણી મરીન પોલીસ મથક ખાતે, નવી બંદર મરીન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.એસ ગામેતીને એલ.આઈ.બી. માં, મિયાણી મરીન પોલીસ મથકના એમ.ડી. વાળા ને કુતિયાણા, પી. ડી.જાદવને લીવ રિઝર્વ માંથી નવી બંદર મરીન પોલીસ મથકમાં

નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સબ ઇન્સ્પેક્ટરોમાં બંદર ચોકીના જે.એસ. હુમ્બલ ને વાડી પ્લોટ ચોકીમાં, વાડી પ્લોટ ચોકીના આર.ડી. નીનામાને માધવપુર પોલીસ સ્ટેશન ખાતે, હોસ્પિટલ ચોકીના કે. જે. બલદાણીયા ને લીવ રીઝર્વમાં, બગવદર પોલીસ મથકના એ.એસ. બારાને ઉદ્યોગનગર પોલીસમથકમાં, હાર્બર મરીન પોલીસમથકના બી.આર. પટેલને કુતિયાણા, લીવ રિઝર્વના આર.એ. ઝાલાને એસ.ઓ.જી.માં હંગામી ધોરણે, એરપોર્ટ સિક્યુરિટીના પી.આર. કારાવદરાને રાણાવાવ રીડર ટુ એસ.ડી.પી.ઓ તરીકે, અને પોરબંદર શહેર રીડર ટુ એસ.ડી.પી.ઓ. પી.એસ. જોશીની હોસ્પિટલ ચોકી ખાતે નિમણૂક કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande