
જામનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) :
જામનગરના મારૂતીનગર વિસ્તારમાં રહેતા એક
રીક્ષાચાલકને પોતાના ઘરે સોલાર પેનલ ફીટ કરાવવી હોય આથી તેણે ખાનગી કંપનીનો
સંપર્ક કર્યો હતો અને ૨.૧૮ લાખની રોકડ આપી હતી, એ પછી લાંબો સમય થઇ જતા
સોલાર પેનલ ફીટ નહી કરીને પૈસા પરત નહી આપીને ઠગાઇ કરવામાં આવતા આ મામલે
ઇન્ટીફાઇ સોલાર પ્રા.લી. કંપનીના ડીરેકટર અને કર્મચારી સામે પોલીસ ફરીયાદ
નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના
ગોકુલનગર વિસ્તારમાં આવેલ મારૂતીનગર શેરી નં. ૨માં રહેતા રીક્ષા ડ્રાઇવીંગ
કરતા અમિત ગોગનભાઇ ચુડાસમા (ઉ.વ.૩૨) નામના યુવાને માર્ચ-૨૦૨૫માં ફેસબુક
સોસશ્યલ મિડીયાના માઘ્યમથી ઇન્ટ્રીફાઇ સોલાર પ્રા.લી. કંપનીના કર્મચારી
સાથે વાત કરી અમિતભાઇએ તેના ઘરે સોલાર પેનલ નખાવવા માટે કહયુ હતું. આથી
કંપનીના કર્મચારી રાહુલભાઇ ફરીયાદીના ઘરે આવ્યા હતા અને સોલાર પેનલ માટેના
રૂ. ૨.૧૮ લાખ રોકડા આપેલ હતા.
કર્મચારી રાહુલભાઇએ
ફરીયાદીના ઘરે ૬૫ દિવસની અંદર કંપનીમાંથી માણસો આવીને સોલાર પેનલ નાખી આપશે
તેમ જણાવ્યુ હતું ત્યાર બાદ વારંવાર કંપનીના નંબર પર વાત કરવા છતા સોલાર
પેનલની સોર્ટેજ છે એવા બહાના કરી પેનલ નાખી આપતા ન હોય જેથી ફરીયાદીએ આ
કામના આરોપી સાથે વાત કરતા તેણે એક લેટર મોકલેલ જેમાં ૧૨૩ દિવસ અંદર
ફરીયાદી યુવાનના ઘરે સોલાર પેનલ નખાવી આપશુ નહી તો ફરીયાદીને પુરા રૂપીયા
તેમજ ફરીયાદીના ઘરે ૧૨૩ દિવસ સુધીના સમયગાળામાં જેટલુ લાઇટ બીલ વપરાશે તેના
થતા રૂપીયા ચુકવવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
બાદમાં
આરોપી સાથે ફરીયાદીએ સોલાર પેનલ નાખવા બાબતે ફોન કરતા આરોપીએ ગેરવર્તન કરી
બોલાચાલી કરી હતી અને આજ સુધી બંને આરોપીઓ કાના અને રાહુલે બદદાનતથી
ફરીયાદીના ઘરે સોલાર પેનલ નાખી આપેલ ન હોય તેમજ બદદાનતથી મેળવી લીધેલા
રૂપીયા પરત નહી કરીને છેતરપીંડી આચરી હતી.
અમિતભાઇ ચુડાસમા
દ્વારા આખરે મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો જયાં તેમણે ઉપરોકત
બનાવ સબબ ઇન્ટીફાઇ સોલાર પ્રા.લી.ના ડીરેકટર જામનગરના કાનાભાઇ બેડીયાવદરા
અને ઇન્ટીફાઇ સોલાર કંપનીના કર્મચારી રાહુલભાઇ જામનગરની વિરુઘ્ધ સીટી-સી
ડીવીઝનમાં ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૮(૨), ૩૧૮(૩), ૫૪, ૩૫૨ મુજબ
ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ચાવડા તપાસ ચલાવી રહયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt