કરુણા અભિયાન-26 અંતર્ગત કાર્યશાળા યોજાઈ
- ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓને રેસ્કયુ કરીને સારવાર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અમદાવાદ,06 જાન્યુઆરી (હિ.સ.) કરુણા અભિયાન-26 અંતર્ગત પાંચમી જાન્યુઆરીના રોજ શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલ,અમદાવાદ ખાતે સામાજિક વનીકરણ વિભાગ, અમદા
કરુણા અભિયાન-26 અંતર્ગત કાર્યશાળા યોજાઈ


- ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓને રેસ્કયુ કરીને સારવાર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

અમદાવાદ,06 જાન્યુઆરી (હિ.સ.) કરુણા અભિયાન-26 અંતર્ગત પાંચમી જાન્યુઆરીના રોજ શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલ,અમદાવાદ ખાતે સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદ, સ્વંય સેવી સંસ્થાઓ તથા પશુપાલન વિભાગના ડૉકટરો દ્વારા એક દિવસીય વર્ક શોપ યોજાયો હતો.

ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ડૉ. જયપાલ સિંહ તથા મુખ્ય વન સંરક્ષક, અમદાવાદ ડૉ. કે.રમેશના માર્ગદર્શન હેઠળ એક દિવસીય વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓને કેવી રીતે રેસ્કયુ કરી પ્રાથમિક સારવાર સુધી પહોંચાડવા, એને લગતી માહિતી વક્તવ્ય અને વિડિયો દ્વારા આપવામાં આવી.

સ્વયંસેવકોને રેસ્કયુ વખતે સાથે રાખવી પડતી જરૂરી પ્રાથમિક વસ્તુઓની યાદી અંગે માહિતગાર કરવામાં આવ્યા

ડૉ. શશીકાંત જાદવ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર દરમ્યાન શું કરવું/ન કરવું બાબતે પણ ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું. દોરીમાં ફસાયેલાં પક્ષીઓને કેવી રીતે સુરક્ષિત રાખવા અને પક્ષીઓને ઈજા થયેલ હોય ત્યારે કેવી રીતે સાવચેતી સાથે રેસ્કયુ કરવા, એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.

જોખમવાળી જગ્યાઓ જેવી કે વીજળીના તાર, ઊંચાઈવાળી જગ્યાઓએ જાતે રેસ્કયુ ન કરતા હેલ્પલાઈન નંબર (600009845/46 ) ઉપર ફોન કરવા તાકીદ કરવામાં આવી. વધુમાં ડૉ. વિપુલ કાવચીયા (વીઓ, લાંભા) પશુપાલન વિભાગ, દ્વારા બર્ડ ફ્લુ બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande