ચલાલા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશન, જિલ્લા પોલીસ વડાએ અરજદારોની રજૂઆત સાંભળી
અમરેલી,07 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પોલીસ સ્ટેશનની કાર્યપ્રણાલી, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તથા જનસામાન્યને આપવામાં આવતી સેવા
ચલાલા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશન, જિલ્લા પોલીસ વડાએ અરજદારોની રજૂઆત સાંભળી


અમરેલી,07 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પોલીસ સ્ટેશનની કાર્યપ્રણાલી, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તથા જનસામાન્યને આપવામાં આવતી સેવાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

ઇન્સ્પેકશન દરમ્યાન જિલ્લા પોલીસ વડાએ પોલીસ સ્ટેશનના રેકોર્ડ, કેસોની નોંધ, તપાસની પ્રગતિ, ગુનાખોરી નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાં તેમજ સ્ટાફની ફરજ બજાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે અરજદારો અને સ્થાનિક નાગરિકોની રજૂઆતોને પણ ગંભીરતાથી સાંભળી હતી. નાગરિકોએ પોતાની ફરિયાદો, સૂચનો અને સમસ્યાઓ રજૂ કરી, જેના પર જિલ્લા પોલીસ વડાએ યોગ્ય કાર્યવાહી કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

પોલીસ દ્વારા અગાઉ કરવામાં આવેલ કામગીરી, ફરિયાદોના નિવારણ, પેટ્રોલિંગ વ્યવસ્થા તથા જનસંપર્ક સંબંધિત પ્રવૃત્તિઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓને પ્રજાપ્રતિ સંવેદનશીલ બનીને કાર્ય કરવા, સમયસર ફરિયાદોનું નિવારણ કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ વાર્ષિક ઇન્સ્પેકશનથી પોલીસની કામગીરીમાં વધુ પારદર્શિતા અને અસરકારકતા વધશે તેમજ જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande