
પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-2023ની કલમ-163 અન્વયે ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા (ચગાવવા)ના હેતુથી ચાઇનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધીત સાધન સામગ્રીનું ઉત્પાદન, વેંચાણ તથા સંગ્રહ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમજ આ જાહેરનામુ તા.06/01/2026થી તા.16/01/2026 સુધી પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya