વેરાવળમાં ભારત વિકાસ પરિષદ દ્વારા, લગ્ન ગીત, હાલરડા સ્પર્ધાનું આયોજન
ગીર સોમનાથ 7 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ, ભારત વિકાસ પરિષદ દ્વારા વેરાવળ શહેરના કોમ્યુનિટી હોલ ખાતે લગ્ન ગીત તથા હાલરડા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિની પરંપરાગત લોકગીતો તથા માતૃભાષાની લોકવારસાને જીવ
વેરાવળમાં ભારત વિકાસ પરિષદ દ્વારા, લગ્ન ગીત, હાલરડા સ્પર્ધાનું આયોજન


ગીર સોમનાથ 7 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ, ભારત વિકાસ પરિષદ દ્વારા વેરાવળ શહેરના કોમ્યુનિટી હોલ ખાતે લગ્ન ગીત તથા હાલરડા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિની પરંપરાગત લોકગીતો તથા માતૃભાષાની લોકવારસાને જીવંત રાખવાનો હતો. સ્પર્ધામાં વિવિધ વયજૂથની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

લગ્ન પ્રસંગે ગવાતા મંગળગીતો અને બાળકના જન્મ સમયે ગવાતા હાલરડાઓથી સમગ્ર વાતાવરણ ભાવસભર અને આનંદમય બની ગયું હતું.

દરેક સ્પર્ધકે પોતાની આગવી રજૂઆત સુર અને તાલ સાથે કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બિંદુબેન ચંદ્રાણી (ડિરેક્ટર, VMC બેંક) તથા મીનાબેન પંડ્યા (પ્રમુખ, કસ્તુરબા મહિલા મંડળ) ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક તરીકે ડો. વર્ષાબેન મહેતા અને સુશીલાબેન શાહે ભૂમિકા ભજવી હતી. અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોને ઈનામો તથા પ્રમાણપત્રો આપી, સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રચાર-પ્રસાર સેક્રેટરી રાજેન્દ્ર ગોહેલે માહિતી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande