ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે, એક અગત્યની બેઠક યોજાઈ.
ગીર સોમનાથ, 07 જાન્યુઆરી (હિ.સ.)ગીર સોમનાથ ​આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ વિશ્વના લોકપ્રિય નેતા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારવાના છે. આ ભવ્ય કાર્યક્રમના સુચારુ આયોજન માટે કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે એક અ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ના કાજલી


ગીર સોમનાથ, 07 જાન્યુઆરી (હિ.સ.)ગીર સોમનાથ ​આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ વિશ્વના લોકપ્રિય નેતા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારવાના છે. આ ભવ્ય કાર્યક્રમના સુચારુ આયોજન માટે કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે એક અગત્યની બેઠક યોજાઈ. આ બેઠક નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી.

બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો:

​રાજેશભાઈ ચુડાસમા (પ્રદેશ ઉપાધ્યક્ષ અને સાંસદ)

​માનસિંહભાઈ પરમાર (પ્રદેશ પ્રમુખ, બક્ષીપંચ મોરચો)

​જશાભાઈ બારડ (પૂર્વ કેબિનેટ મંત્રી)

​રાજશીભાઈ જોટવા (પૂર્વ ધારાસભ્ય)

​કે. સી. રાઠોડ (ધારાસભ્ય)

ગોવિંદભાઇ પરમાર ( પૂર્વ ધારાસભ્ય)

​ઝવેરીભાઈ ઠકરાર (પૂર્વ પ્રદેશ મંત્રી)

​ચુનીભાઇ ગોહેલ (પૂર્વ સાંસદ)

​ડૉ. સંજયભાઈ પરમાર (ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ)

કિરીટભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢ

મહેન્દ્રભાઈ પીઠીયા પૂર્વ જિલ્લા પ્રમુખ

​ દિલીપભાઈ બારડ(જિલ્લા ભાજપ મહામંત્રી)

​આ બેઠકમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, મંડળના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના અનેક ઉત્સાહી કાર્યકર્તા ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથના સ્વાભિમાનના આ પર્વને ભવ્યાતિભવ્ય બનાવવા માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande