
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : પાટણના હરિ સેવા પરિવાર દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વર દાદાના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે પાટણના કથાકાર શાસ્ત્રી દિલીપભાઈ આચાર્યએ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવી ભાવિકોને શિવભક્તિમાં લીન કર્યા હતા.
આ કથાના મનોરથી તરીકે સ્વ. મનજીભાઈ મનોરદાસ પટેલ સાગોડિયા પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. તેમના ઉપક્રમે પાટણના આશરે એકસો ભક્તોએ ઉજ્જૈન મહાકાલની યાત્રા કરી અને કથામૃતનું શ્રવણ કર્યું હતું.
મનોરથી પરિવારના સભ્ય અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે હરિ સેવા પરિવારના આયોજકો દ્વારા કથા મહોત્સવ માટે સુંદર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે તમામ ભાવિકોને ભક્તિમય અનુભવ પ્રાપ્ત થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ