ગોંડલના ચકચારી ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ
અમદાવાદ, 07 જાન્યુઆરી (હિ.સ.) : ગોંડલના ચકચારી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો. આજે ગુજરાત
ગોંડલના ચકચારી ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ


અમદાવાદ, 07 જાન્યુઆરી (હિ.સ.) : ગોંડલના ચકચારી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો. આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાયા બાદ રિપોર્ટ રજૂ કરાયો હતો. નાર્કો ટેસ્ટમાં ગણેશ ગોંડલને 31 સવાલો કરાયા હતા. જેમાં માર માર્યાનો કે કાવતરું રચ્યું હોવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 15મી જાન્યુઆરીએ યોજાશે.

હાઈકોર્ટમાં આજે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસની તપાસ 5 બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. જેમાં ટેક્નિકલ વસ્તુઓ, CDR, નાર્કો એનાલિસિસ અને સાહેદોના નિવેદનનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ફરિયાદના સમર્થનમાં નથી. યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઈલ કરવામાં આવશે.

5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો.

મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો.

ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande