બંદરમાં ડ્રેજીંગ માટે મત્સ્યધોગ કમિશ્નરને રજુઆત.
પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર મત્સ્યોદ્યોગ બંદરના મુખની ચેનલમાં રેતીનો ભરાવો થઈ ગયો છે તેના કારણે બોટો ફિશીંગમાં જવા ખૂબ જ તકલીફ થાય છે તે માટે તે ચેનલમાં ડ્રેજીંગ કરાવી આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલ અને માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા લ
બંદરમાં ડ્રેજીંગ માટે મત્સ્યધોગ કમિશ્નરને રજુઆત.


પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર મત્સ્યોદ્યોગ બંદરના મુખની ચેનલમાં રેતીનો ભરાવો થઈ ગયો છે તેના કારણે બોટો ફિશીંગમાં જવા ખૂબ જ તકલીફ થાય છે તે માટે તે ચેનલમાં ડ્રેજીંગ કરાવી આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલ અને માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં જણાવાયું છે કે, પોરબંદર બંદરના બારાના મુખની ચેનલમાં રેતીનો ભરાવો થઈ ગયોછે તેના કારણે માછીમારી બોટો ફિશીંગમાં જવા માટે હાઈટાઈટમાં પણ બારાની ચેનલમાંથી ફિશીંગમાં જવુ મુશ્કેલ બની ગયુ છે. જો બારાની ચેનલમાંથી રેતી તાત્કાલિક દૂર નહી કરવામાં આવે તો આવનાર દિવસોમાં બોટોને ફિશીંગમાં જવુ મુશ્કેલ બની જશે. તો બારાની રેતીના કારણે બોટોમાં લાખો રૂપિયાનું નુકશાન થઈ શકે તેમ છે.

આ બારાની ચેનલમાંથી રેતી દૂર કરવાનું માત્ર એક જ ઓપ્શન છે.ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડ્રેજર દ્વારા ડ્રેજીંગ તાત્કાલિક થઈ શકે તેમ છે. જેથી ભાજપ માછીમાર સેલ અને માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા માછીમારોના પ્રાણપ્રશ્ન હલ તાત્કાલિક કરાવી આપવા ફરી મારી માછીમારો વતી વિનંતી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande