
સુરત, 07 જાન્યુઆરી (હિ.સ.): રાજ્ય સરકારની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાની અંડર-11 એથ્લેટિક્સ મીટ સીઝન 4.0 9 થી 12 જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ ડી. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી આશરે 5000 થી વધુ બાળકો આ એથ્લેટિક્સ મીટમાં ભાગ લેશે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નિલેશ પંડ્યાની યાદી મુજબ, અંડર-11 છોકરીઓ માટે સ્પર્ધા ૯મીએ, અંડર-9 છોકરાઓ 10મીએ, અંડર-11 છોકરાઓ 11મીએ અને અંડર-9 છોકરીઓ માટે 12મીએ યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે