પાટણમાં અંડર-14 રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.)લલલપાટણ ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત અંડર-14 કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધા 6 થી 8 જાન્ય
પાટણમાં અંડર-14 રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ


પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.)લલલપાટણ ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત અંડર-14 કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધા 6 થી 8 જાન્યુઆરી 2026 દરમિયાન પાટણના રમતગમત સંકુલમાં યોજાઈ રહી છે.

આ સ્પર્ધામાં રાજ્યના 35 જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે અંડર-14 વિભાગમાં 35 જિલ્લાના 316 ભાઈઓએ કુસ્તીના દાવપેચ અજમાવ્યા હતા. જ્યારે 7 જાન્યુઆરીના રોજ સાંજે બહેનોની સ્પર્ધા માટે રિપોર્ટિંગ થશે, જેમાં અંદાજે 350 બહેનો ભાગ લે તેવી શક્યતા છે.

સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે. પ્રથમ ક્રમે રૂ. 10,000, દ્વિતીય ક્રમે રૂ. 7,000 અને તૃતીય ક્રમે રૂ. 5,000ની રકમ DBT દ્વારા સીધી બેંક ખાતામાં જમા કરાશે. ઉપરાંત વિજેતાઓને મેડલ અને ટ્રેકસૂટ આપી સન્માનિત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande