
અમદાવાદ,08 જાન્યુઆરી (હિ.સ.) અમદાવાદના જાણીતા C.A અને પાલડી વોર્ડના કોર્પોરેટર જૈનીક વકીલની રિજનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઈઝરી કમિટીમાં નિમણૂક થયેલ છે. આ કમીટીનું કાર્યક્ષેત્ર ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ તેમજ દીવ રહશે.
આ કમિટી કરદાતાઓ તેમજ આવકવેરા વિભાગ વચ્ચેની વહીવટ અને procedural મુશ્કેલીઓનું નિવારણ કરવાનું કાર્ય કરશે.
આ કમિટી નિર્ધારિત ક્ષેત્રના કરદાતાઓ તેમજ આવકવેરા વિભાગ વચ્ચે બની સહયોગ વધારશે. તેમજ પરસ્પર સહમતીના કાર્યને પ્રોત્સાહન આપશે.
આ ઉપરાંત કમિટીમાં સાંસદ, સ્ટેટ ગર્વમેન્ટના પ્રતિનિધિ, વકીલો, યુનિવર્સિટીના પ્રતિનિધિ તેમજ બેંક મેનેજર એમ વિવિધ ક્ષેત્રના મેમ્બર્સ પણ લેવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ