
જામનગર, 08 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી એક કોલેજીયન યુવતિએ પોતાના ભણતરની ચિંતામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતિના મોતને પગલે પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ કરાતાં પોલીસે મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
કાલાવડ પોલીસ મથકેથી આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી રાધિકાબેન રાજેશભાઈ બાબરીયા (ઉ.વ.20) નામની કોલેજીયન યુવતી પોતાના અભ્યાસ બાબતે ખૂબ જ ચિંતિત હતી અને તેના કારણે બીપીની તકલીફ થઇ જતાં ભણવાની ચિંતામાં તેણીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા રાજેશભાઈ પ્રેમજીભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરતા કાલાવડ ટાઉન પોલીસ મથકનાના એએસઆઈ વી.ડી.ઝાપડીયા સહિતનો સ્ટાફ બનાવના સ્થળે અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દોડી ગયો હત. પોલીસે રાધિકાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી કરાવી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt