કેન્સર હોસ્પિટલના પૂર્વ નિયામક ડો.પંકજ શાહના 80માં જન્મ દિવસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સન્માન
અમદાવાદ, 08 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ સમગ્ર દેશમાં પ્રખ્યાત કેન્સર હોસ્પિટલમાં 40 વર્ષ સુધી ડોકટર, પ્રોફેસર અને નિયામક તરીકે સેવા આપી કેન્સરના હજારો દર્દીઓની સારવાર કરી તેમને નવ જીવન આપનાર ડો. પંકજ શાહ જેઓ છેલ્લા
કેન્સર હોસ્પિટલના પૂર્વ નિયામક ડો.પંકજ શાહનું 80માં જન્મ દિવસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સન્માન


કેન્સર હોસ્પિટલના પૂર્વ નિયામક ડો.પંકજ શાહનું 80માં જન્મ દિવસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સન્માન


અમદાવાદ, 08 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ સમગ્ર દેશમાં પ્રખ્યાત કેન્સર હોસ્પિટલમાં 40 વર્ષ સુધી ડોકટર, પ્રોફેસર અને નિયામક તરીકે સેવા આપી કેન્સરના હજારો દર્દીઓની સારવાર કરી તેમને નવ જીવન આપનાર ડો. પંકજ શાહ જેઓ છેલ્લા 12 વર્ષથી સદવિચાર પરિવાર અમદાવાદના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેવા સમગ્ર ભારતના પ્રતિષ્ઠિત અને સેવાભાવી ડો. પંકજ શાહના 80માં જન્મ દિવસ પ્રસંગે સદવિચાર પરિવાર અમદાવાદના કેમ્પસમાં પૂજ્ય જ્યોતિબેન થાનકી, ટોરન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા, પ્રખ્યાત લેખક અને વિચારક કુમારપાળ શાહ, સદવિચાર પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી પી.કે.લહેરી, ડો. પંકજભાઈના ધર્મ પત્ની ડો. પ્રવિણા શાહ, સદવિચાર પરિવારના ટ્રસ્ટી શૈલેષ પટવારી, કેન્સર હોસ્પિટલના નિયામક ડો.શશાંક પંડ્યા, અગ્રણી પત્રકાર અજય ઉમટ, અગ્રણી સમાજ સેવક જોઇતા પટેલ સહિત સદ વિચાર પરિવારના સર્વ અગ્રણીઓ, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વએ ડો. પંકજ શાહને ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ડો. પંકજ શાહની પ્રેરણાથી ધિરેન પરીખે સદવિચાર પરિવારને રૂપિયા 50 લાખની માતબર રકમનું દાન આપ્યું હતું. તેઓનું સન્માન મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande