
સોમનાથ,08 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્રઈ મોદી 10 અને 11 જાન્યુઆરીના રોજ સોમનાથ પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે, 8,9 અને 10 દરમિયાન અનેકવિધ કાર્યક્રમો થકી સોમનાથની સંસ્કૃતિ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સોમનાથ સ્વાભિમાન પર્વ'ના અનુસંધાને સોમનાથ ખાતેના ચોપાટી મેદાનમાં આજે જિગરદાન ગઢવી અને ઉમેશ બારોટ રંગ જમાવશે. જ્યારે 9 જાન્યુઆરીના રોજ કિર્તી સાગઠિયા અને હાર્દિક દવે તેમજ 10 જાન્યુઆરીના રોજ હંસરાજ રઘુવંશી અને બ્રિજરાજ ગઢવી જેવા નામી કલાકારો દ્વારા રાતે 9 કલાકેથી ભક્તિ સંગીતની સરવાણી વહેશે.
આમ, અનેકવિધ કાર્યક્રમો થકી સંસ્કૃતિ અને ભક્તિના આ પર્વને માણવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ