પાટણના સિદ્ધિ સરોવર માટે ₹895.63  લાખની પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે ગ્રાન્ટ મંજૂર
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા ₹895.63 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા 3 ઓક્ટોબર, 2025ના રોજ સરકારમાં
પાટણના સિદ્ધિ સરોવર માટે ₹895.63  લાખની પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા ₹895.63 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા 3 ઓક્ટોબર, 2025ના રોજ સરકારમાં કરાયેલી દરખાસ્તને આ મંજૂરી મળી છે. આ ગ્રાન્ટ સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ, કેટલીક શરતોને આધીન મંજૂર કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ચાણસ્મા હાઇવે પર આવેલા ખોરસમથી આવતા નર્મદા પેયજળના જંકશનથી પાટણના સિદ્ધિ સરોવર સુધી પાઇપલાઇન નાખવામાં આવશે. ખોરસમ સરસ્વતી પાઇપલાઇનમાંથી અલગ કનેક્શન દ્વારા સીધેસીધું સિદ્ધિ સરોવરમાં પાણી પહોંચાડવામાં આવશે. આ માટે 1260 મીટર લાંબી એમ.એસ. પાઇપલાઇન મૂકવામાં આવશે.

ગ્રાન્ટ મંજૂરી બાદ અમલવારી માટે સિંચાઈ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગે નકશા અને અંદાજો સાથેની દરખાસ્ત તૈયાર કરી હતી, જેને GUDM દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ મળીને તથા પત્રો દ્વારા કરેલી સતત રજૂઆતો બાદ આ ગ્રાન્ટ મંજૂર થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande