સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
- 21 દેશના 45 અને ભારતના 34 મળી કુલ 79 પતંગબાજોના નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે ભાગ લેશે - પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશી સુંદર દૃશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે રાજપીપલા, 08 જાન્યુઆરી (હિ.સ
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ


- 21 દેશના 45 અને ભારતના 34 મળી કુલ 79 પતંગબાજોના નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે ભાગ લેશે

- પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશી સુંદર દૃશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે

રાજપીપલા, 08 જાન્યુઆરી (હિ.સ.) : નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 11 જાન્યુઆરી, રવિવારના રોજ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું ભવ્ય આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે થનાર છે. આ કાર્યક્રમનાં પૂર્વ તૈયારીના સુચારૂ આયોજનના ભાગરૂપે આજરોજ મદદનીશ કલેકટર તથા કાર્યક્રમના નોડલ અધિકારી પરસનજીત કૌર સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકત દરમિયાન પરસનજીત કૌરએ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક થાય તે હેતુથી સંબંધિત અધિકારીઓને સોંપાયેલ કામગીરી અંગે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય તેમજ દેશભરમાંથી આવનાર પતંગબાજો માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્ટોલની ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા.

સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 તેમજ ગુજરાત સહિત ભારતના 34 મળીને કુલ 79 પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશી સુંદર દૃશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande