સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો રજૂ થયા
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો રજૂ થયા છે. સત્તાધારી પક્ષના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કપિલ પાધ્યાએ વહીવટી તંત્ર સામે મોરચો મંડાવ્યો હતો. મુખ્યત્વે ઘાટની બારીના રિનોવેશન અને પસવાદળની પોળમાં બ
સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો રજૂ થયા


સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો રજૂ થયા


સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો રજૂ થયા


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો રજૂ થયા છે. સત્તાધારી પક્ષના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કપિલ પાધ્યાએ વહીવટી તંત્ર સામે મોરચો મંડાવ્યો હતો. મુખ્યત્વે ઘાટની બારીના રિનોવેશન અને પસવાદળની પોળમાં બગીચાના નિર્માણમાં નાણાકીય ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

કપિલ પાધ્યાએ મુખ્ય ઈજનેર અલ્પા ચૌધરીના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકામોમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો છે. ઘાટની બારીના રિનોવેશનમાં ટેન્ડર મુજબ કામ ન થવા છતાં કોન્ટ્રાક્ટરને ₹18 લાખ ચૂકવવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.

પસવાદળની પોળમાં બગીચાના નિર્માણમાં ₹1.25 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. કામ સંતોષકારક ન હોવા છતાં નિયમો ઉલ્લંઘન કરીને 70 થી 80 ટકા રકમ ચુકવવામાં આવી હોવાની વિગતો સભામાં રજૂ કરવામાં આવી.

કપિલ પાધ્યાએ એજન્સીઓને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે અને ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે વિજિલન્સ, ACB અને ગુજરાત સરકારમાં કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવશે. ચીફ ઓફિસર કૃપેશ પટેલે કહ્યું કે તાત્કાલિક તપાસ કરીને કસૂરવારો સામે પગલાં લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande