લુણીધારના ખોડીયાર મંદિરમાં ચોરીની ઘટના, સીસીટીવીમાં શંકાસ્પદની તસ્વીર કેદ
અમરેલી,08 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના લુણીધાર વિસ્તારમાં આવેલા ખોડીયાર મંદિર, લુણીધારમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં બનેલી આ ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ ક
લુણીધારના ખોડીયાર મંદિરમાં ચોરીની ઘટના, સીસીટીવીમાં શંકાસ્પદની તસ્વીર કેદ


અમરેલી,08 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના લુણીધાર વિસ્તારમાં આવેલા ખોડીયાર મંદિર, લુણીધારમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં બનેલી આ ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સે મંદિર પરિસરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. સવારે પૂજારી અને ગ્રામજનોએ મંદિરમાં અસ્તવ્યસ્ત સ્થિતિ જોતા ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ મંદિર પર લગાવાયેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતાં ચોરી કરનાર શંકાસ્પદ વ્યક્તિની તસ્વીર અને હરકતો કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયેલી હોવાનું સામે આવ્યું છે.

ચોરીમાં મંદિરની દાનપેટી તેમજ અન્ય સામગ્રીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઓળખવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રામજનોએ મંદિરમાં થયેલી ચોરી અંગે રોષ વ્યક્ત કર્યો છે અને ઝડપથી આરોપીને પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સીસીટીવીમાં મળેલા દ્રશ્યોના આધારે શંકાસ્પદની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ચોરીની ઘટના ઉકેલાશે તેવી આશા છે.

આ ઘટનાથી ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande