અમરેલીમાં સિંહણના વાહન અકસ્માત કેસમાં આરોપીની ધરપકડ, કોર્ટ દ્વારા જેલ હવાલનો હુકમ
અમરેલી,, 09 જાન્યુઆરી (હિ.સ.) એશિયાઈ સિંહોની સૌથી મોટી વસતિ ધરાવતો જિલ્લો છે, જ્યાં હાલ 339 જેટલા સિંહો વસે છે. આ ગૌરવસભર હકીકત વચ્ચે દુઃખદ ઘટના સામે આવી હતી. ગત 4 જાન્યુઆરીની મોડી રાત્રે Jafarabad તાલુકાના હેમાળ અને ટીંબી ગામ વચ્ચે આવેલા Bhavnagar
અમરેલીમાં સિંહણના વાહન અકસ્માત કેસમાં આરોપીની ધરપકડ, કોર્ટ દ્વારા જેલ હવાલનો હુકમ


અમરેલી,, 09 જાન્યુઆરી (હિ.સ.) એશિયાઈ સિંહોની સૌથી મોટી વસતિ ધરાવતો જિલ્લો છે, જ્યાં હાલ 339 જેટલા સિંહો વસે છે. આ ગૌરવસભર હકીકત વચ્ચે દુઃખદ ઘટના સામે આવી હતી. ગત 4 જાન્યુઆરીની મોડી રાત્રે Jafarabad તાલુકાના હેમાળ અને ટીંબી ગામ વચ્ચે આવેલા Bhavnagar–Somnath National Highway પર અજાણ્યા વાહનચાલકે 3 થી 5 વર્ષની સિંહણને અડફેટે લીધી હતી. ગંભીર વાહન અકસ્માતમાં સિંહણનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ Gujarat Forest Departmentની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગે મૃતક સિંહણનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને અજાણ્યા વાહનચાલક સામે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું કે આ અકસ્માત હાઈવે પર ઊંચી ગતિએ વાહન ચલાવવાના કારણે થયો હોઈ શકે છે.

વનવિભાગે ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તથા નેશનલ હાઈવેના ટોલ ટેક્સ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ફોર વ્હીલ સ્વિફ્ટ કાર દેખાઈ આવી. વધુ તપાસ કરતાં કારચાલકની ઓળખ અમદાવાદના રવિ કનુભાઈ ભરવાડ તરીકે થઈ. આ માહિતી મળતાં અમદાવાદ પોલીસને સાથે રાખીને વનવિભાગે આરોપીની અટકાયત કરી હતી.

આ સમગ્ર કેસ અંગે અમરેલી વનવિભાગના ACF વિરલસિંહ ચાવડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ દ્વારા તેને જેલ હવાલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વનવિભાગે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે અને સિંહ સંરક્ષણ માટે કડક પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

વિરલસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લાના જાફરાબાદ-રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારને બૃહદ સિંહ વસતિ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. અહીં નેશનલ હાઈવે પર સિંહોની નિયમિત અવરજવર રહેતી હોવાથી વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ધીમે અને નિયંત્રિત ગતિએ ચલાવવાની તેમણે અપીલ કરી હતી.

વનવિભાગ દ્વારા સતત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, છતાં બેદરકારીના કારણે આવા અકસ્માતો સર્જાય છે. એક સિંહણનું મોત માત્ર એક પ્રાણીનું નહીં પરંતુ સમગ્ર પર્યાવરણીય સંતુલન માટે નુકસાનરૂપ છે. સિંહો ગુજરાતની ઓળખ અને શાન છે, તેમનું રક્ષણ કરવું દરેક નાગરિકની સામૂહિક જવાબદારી બને છે.

અંતમાં વનવિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, વન્યજીવોને નુકસાન પહોંચાડનાર કોઈ પણ વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હાઈવે પર મુસાફરી કરતા તમામ વાહનચાલકોને સાવચેત રહેવા અને સિંહ સંરક્ષણમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande