



પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સુચનાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કડીયા પ્લોટ, નવો કુંભારવાડા વિસ્તારમાં પાણીપુરીના ધંધાર્થીઓના રહેણાંક/ખાદ્યચીજોના બનાવવાના સ્થળે તપાસણી કરવામાં આવી હતી.
જેમાં ચેકીંગ દરમ્યાન ધંધાર્થીઓને સ્વચ્છતા રાખવા ખાદ્યચીજો બનાવવા માટે ઉપયોગમાં લેવાતુ પાણી સ્વચ્છ અને પીવાલાયક પાણીનો ઉપયોગ કરવા, વાસી ખાદ્યપદાર્થ ન રાખવા તેમજ સડેલા અને અખાદ્ય પદાર્થનો ઉપયોગ ન કરવા, ખાદ્યપદાર્થો ઢાંકીને રાખવા વિગેરે જરૂરીયાત મુજબની સુચનાઓ આપી અને આ અંગેની નોટીસો આપવામાં આવેલ. તેમજ ચેકીંગ દરમ્યાન વાસી સડેલા બટેટા, ડુંગળીનો 10 કિલો જથ્થો નાશ કરાવેલ. તેમજ 11 ધંધાર્થીઓ પાસેથી રૂા. 5500/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya